જૂની તિજોરીનું એક ખાનું – Gujarati Poetry

Gujarati Poetry Juni Tijori nu E Khanu

અમૃત ‘ઘાયલ’ કહે છે એમ, ‘તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હૃદય-વીણા; તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે’. યાદોનાં પટારામાં ગડી વાળીને સાચવી રાખેલી ક્ષણો ઘણાને માટે પીડાનું કારણ હોય છે તો, એ જ વળી કેટલાકને માટે સંતાપનું ઓસડ પણ હોય છે. અહીં આવી જ યાદોની પળોને સાથે મળીને માણીએ અને જીવીએ.

It’s been a while since I added new poetry to the collection. Read Gujarati Poem this week.

તને સંગ્રહીને બેઠું છે જૂની તિજોરીનું એક ખાનું,
યાદોની કિતાબનું તું જાણે વાળી રાખેલું એક પાનું!

ઢગલો પડ્યા છે કારણો હસવા-રડવાનાં;
પેટી ભરીને કિસ્સાઓ તને અહીં મળવાનાં –
પણ,
એમાં સૌથી વ્હાલું મને તારા ઝુરાપાનું બહાનું!
તને સંગ્રહીને બેઠું છે…

“તું નથી જ” એવું ઘૂંટી રાખેલી મનની દીવાલ પર;
નિત-નવા રંગો ધોળાયા કરે છે –
તોયે,
લગીરે તું ઝાંખો પડે તો હું માનું!
તને સંગ્રહીને બેઠું છે…

છે તું સરળ, તો તારી યાદો કેમ જીદ્દી છે?
ભીંસીને પૂરેલી સ્મૃતિઓનાં ઓરડામાં –
એ,
કરી જ જાય છે ડોકિયું છાનું!
તને સંગ્રહીને બેઠું છે…

જવલ્લે જ ખુલતી યાદોની કિતાબમાં;
વીતી ગયેલા સમયનાં સળોની વચ્ચે –
તું,
હજીએ મહેક્યા કરે છે મજાનું!
કેમકે, તને સંગ્રહીને બેઠું છે જૂની તિજોરીનું એક ખાનું,

યાદોની કિતાબનું તું જાણે વાળી રાખેલું એક પાનું!

Read something more about Gujarati poets.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments
    1. દિલ ની ડ્રાઈવ‌ હમેશા અમુક યાદો પાસવર્ડ વાળા ફોલ્ડર માં લોક હોઈ છે, જે માત્ર પોતાના માટે જ હોઈ છે જેને એકાંત માં વાગોળી શકાય, જેને યાદ કરીને હસી શકાય, જેને યાદ કરી આંખો ભીની કરી શકાય.

      ખુબ સરસ રચના …

      1. Thank you Varun!

        As always, you’ve touched the heart of the poetry and appreciated wholeheartedly as well.

        Please do share with the people you think worthy for.
        Keep reading n writing me back.

        Swati

    Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal