અધુરપનો હિસ્સો તું! – Gujarati Poetry

adhurap no hisso tu featured image

ડૉ. રાહી માસૂમ રઝાએ કહ્યું છે, “कहीं शबनम के शगूफ़े कहीं अंगारों के फूल; आके देखो मेरी यादों के जहां कैसे हैं।” જાણ્યે-અજાણ્યે પણ ગઝલોનાં વિશ્વની સમૃદ્ધિ આવા યાદોનાં ખજાનાને જ આભારી છે. સંપૂર્ણ એટલું સુંદર એ પૂર્ણ સત્ય નથી.અધુરપનો આસ્વાદ તો જેણે માણ્યો હોય તે જ જાણશે… ખરું ને?

મને ઘેરી રહેલી અધુરપનો તું એક હિસ્સો છે.
ઘડપણમાં જેનાં પર હસી શકું એવો એક કિસ્સો છે.

વિરહની વેદના અને પીડાનાં પાષાણ સાચવી રાખ્યા છે;
બે હાથ ભલે ને ખાલી, મન પર બોજો ખાસ્સો છે.

વિચારોનાં પિશાચ ભટક્યા કરે છે તારી આસપાસ;
ફરજે બંધાયેલા દેહને એ જ વાતનો તો ગુસ્સો છે.

દિન-પ્રતિદિન જર્જર થઈ રહેલા ચાહતનાં અંબરમાં;
એકલપંડે લગાડેલા એ થીગડાંનોએ ઠસ્સો છે.

સમય સાથે, હું અહીં અને તું ત્યાં વીતી રહ્યા ભલે ને;
ખાલીપામાં ખોવાતા પહેલા,હજુ જીવી જવાનો જુસ્સો છે.

મને ઘેરી રહેલી અધુરપનો તું એક હિસ્સો છે.
ઘડપણમાં જેનાં પર હસી શકું એવો એક કિસ્સો છે.

* અંબર = વસ્ત્ર

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments
    1. “સમય સાથે, હું અહીં અને તું ત્યાં વીતી રહ્યા ભલે ને;

      ખાલીપામાં ખોવાતા પહેલા,હજુ જીવી જવાનો જુસ્સો છે.”

      આહ સાથે વાહયુક્ત પંક્તિ… આહ્લાદક…

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal