કરવાનું શું? – Gujarati Poetry

karvanu-shu-gujarati-poetry-indian-writer

કોઈ પણ સમાજ,શરતો કે નિયમો લાગણીઓ પર અંકુશ ન મૂકી શકે પરંતુ, વ્યક્તિગત મુલ્યોની એક નાનકડી સીમા આ કામ સહજતાથી કરી જાય ત્યારે એ કશ્મકશમાં આપણે તો માત્ર પૂછી જ શકીએ કે, કરવાનું શું?

Read emotional Poetry in Gujarati this week.

તારા નામથી ભરેલ મનનો ઓરડો મહેકે છે;
પણ, ખોલવાની મનાઈ-
કરવાનું શું?

તારા શબ્દોનાં ગોળનો ગાંગડો પીગળે છે;
પણ, ચાખવાની મનાઈ-
કરવાનું શું?

તારી યાદોની કામળી હૂંફાળી બહુ;
પણ, ઓઢવાની મનાઈ-
કરવાનું શું?

તારી આંગળીઓનાં આંકડા ખુબ સુંવાળા;
પણ ભીડવાની મનાઈ-
કરવાનું શું?

શ્વાસનાં તાંતણે બંધાઈ તું સતત આવે-જાય;
પણ, અડકવાની મનાઈ-
કરવાનું શું?

તારો અભાવ રોજ ધીમું મારે છે;
પણ, સામટું મરવાની મનાઈ-
કરવાનું શું?

Keep reading more Poetry in Gujarati by Swati.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal