મરણ – A Gujarati Poetry

Written by Swati Joshi

March 22, 2019

મહાકાળને ચરણ શરણ,
ત્યાં સુધી છે વ્યર્થ ભ્રમણ.
જીવનું શિવને પૂર્ણ સમર્પણ,
ત્યાં સુધી બસ એ જ ભ્રમણ.
કાલાન્તકને કાયા સમર્પિત,
સઘળી ગતિનું એ જ કરણ.
રુદ્ર સમક્ષ કર્મો તર્પણ,
મુમુક્ષાઓનું એ મંગલાચરણ.
મહાદેવ-મુજ સત્વ મિલન,
મારે મન બસ એ જ મરણ.

* કરણ = હેતુ, મુમુક્ષાઓ = મોક્ષની ઈચ્છા, મંગલાચરણ = શરૂઆત

RECOMMENDED BOOKS

No products found.

Advertisement

મૃત્યુ એક શાશ્વત સત્ય અને સમાનતાનું એકમાત્ર પ્રામાણિક ઉદાહરણ! મરણ આપણા માટે તો માત્ર એક કલ્પના જ છે, જેને આપણે સાપેક્ષ રહીને જ જોઈ કે જાણી શકીએ છીએ તો, આ કલ્પનાચિત્રને ભયાવહ બનાવવા કરતા સર્વોત્તમ ચીતરીએ તો કેવું?

Sponsored

Copy link