આપણું નહીં કામ – A Gujarati Poetry

Written by Swati Joshi

January 9, 2019

આંખો ફરતે હરિયાળીનો જામ્યો છે જ્યાં આલમ,

પાંપણ કેરા પતંગિયા પર વીંટળાયેલો વાલમ;

એકમેકમાં ડૂબતા જાતા, પીવે નયનનાં જામ,

પણ વ્હાલા-

આ પ્રેમ આપણું નહીં કામ!

મનડા કેરાં ખાલી કમરા ભર્યા છે એની હાકથી,

સપના જોતી સાજન સંગે આંખ ઝૂકતી થાકથી;

પૈ’ની એ પેદાશ નહીં, ના પળભરનો આરામ,

એ જ તો વ્હાલા-

આ પ્રેમ આપણું નહીં કામ!

ચાંદલિયો કે તારા આભનાં આંબી લેવાની વાતો,

ઊર્મિ કેરી પાંખોમાં પછી હામનો સમીર ભરાતો;

હેતનાં હણહણતા ઘોડા ભાગે તોડીને લગામ,

એટલે જ તો કહું છું-

આ પ્રેમ આપણું નહીં કામ!

ના પીળું બધું એ હેમ કદી, ના પ્રીતમાં સઘળું મીઠું,

ઝીણી નજરે જો વ્હાલમ, દુઃખ દૂર વળાંકે બેઠું;

પેસી જાશે હૈયામાં દુઃખ ધસમસતું બેફામ,

અમથું નથી કહ્યું કે-

આ પ્રેમ આપણું નહીં કામ!

ઠાલા વચનોનાં વેપારે પછી મુલવાશે સંગાથ,

લાગણીઓની લેણ-દેણમાં આવે કંઈ ના હાથ;

મનથી મનનાં સોદામાં તો છે નર્યું નુકસાન,

હજી સમજ વ્હાલા-

આ પ્રેમ આપણું નહીં કામ!

RECOMMENDED BOOKS

Advertisement

પ્રેમ, આમ એક નાનકડો શબ્દ પણ ઊંડા ઉતરો એટલે સમજાય કે, એ એક અજાણી ગલીનો આકર્ષક દરવાજો માત્ર છે. જે સમજી ગયા છે એ બીજાને સમજાવવા પ્રયત્નો તો કરે છે પરંતુ, જવાબ આપણે બંને જાણીએ જ છીએ, છે ને??

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This
Copy link
Powered by Social Snap