ભેદ-ભરમ – A Gujarati Poetry

Written by Swati Joshi

April 3, 2019

ગહન સઘન જ્યાં રીત રસમ,

જગ ઇન્દ્રજાળનાં ભેદ ભરમ.

હસે વદન ને જલે નયન,

મન શ્યામ સકળ ને શ્વેત ગવન .

જગ ઇન્દ્રજાળનાં ભેદ ભરમ.

લેણ-દેણની ઉઠાપટક સહુ,

શીળા કથન માં છૂપી તપન.

જગ ઇન્દ્રજાળનાં ભેદ ભરમ.

સઘળી માયા કાયા કાજે,

મન જાણે આ અંત્ય મરમ.

જગ ઇન્દ્રજાળનાં ભેદ ભરમ.

*ઈન્દ્રજાળ = જાદુઈ માયા, ગવન = વસ્ત્ર

RECOMMENDED BOOKS

Advertisement

સમાજમાં લગભગ મોટાભાગનાં વ્યવહારો પાછળ ક્યાંકને ક્યાંક કોઈક સ્વાર્થ નિહિત હોય છે.અંગત ફાયદા માટે માણસ કોઈ પણ રૂપ ધરી સામેવાળી વ્યક્તિને છેતરી શકે છે પરંતુ, પોતાનાં જ મનને છેતરવાનો માર્ગ હજી સુધી તો તેને હાથ લાગ્યો નથી.

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This
Copy link
Powered by Social Snap