એક વિદ્યાર્થીની મનોવ્યથા રજૂ કરતી આ હળવી કૃતિ આપને પોતાનાં વિદ્યાર્થીકાળને યાદ કરાવવામાં ચોક્કસ મદદ કરશે. શિક્ષણ અનિવાર્ય ચોક્કસ છે પરંતુ, બોજ બને ત્યારે વિદ્યાર્થીઓ માટે ‘કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં’ જેવી હાલત થતી હોય છે, સાચું ને? આપનાં વિદ્યાર્થીકાળનાં આવા કોઈ સંસ્મરણો છે?
પરીક્ષા,પરીક્ષા,પરીક્ષા
હવે આવી રહી આ પરીક્ષાની સીઝન,
ઉનાળો, શિયાળો કે ચાહે આવે ચોમાસું,
સાથે લાવે પરીક્ષા!
હવે આવ્યો પરીક્ષાનો વારો,
પરીક્ષાની સીઝનમાં, પરીક્ષાનો મારો;
વિદ્યાર્થીની મહેનત, ને પુસ્તકોની શિક્ષા
લાવે ધાર્યું એ રીઝલ્ટ, પણ વચ્ચે આવે પરીક્ષા!
પ્રથમ પરીક્ષા, દ્વિતિય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા,
જ્યાં જુઓ ત્યાં પરીક્ષા, પરીક્ષા, પરીક્ષા!
વિદ્યાર્થિઓ કરે રાત-દિન મહેનત,
સામે જોઈ પરીક્ષા!
ટ્યૂશન ને સ્કૂલોની ટેસ્ટમાં છે જહેમત
નાની નાની ટેસ્ટ બનતી મોટી પરીક્ષા..
હાય આ પરીક્ષા,પરીક્ષા.
વિદ્યાર્થિઓ કહે,”શું અમારે જ સતત,
દીધા કરવાની પરીક્ષા?
શિક્ષક જો એક ન ભણાવે વિષયો બધા તો,
વિદ્યાર્થી એકલો કેમ આપે બધાં વિષયોની પરીક્ષા?
કરજો થોડી સમીક્ષા!
પરીક્ષા, પરીક્ષા આ આવી પરીક્ષા!