એમ કરવું શાને? – A Gujarati Poetry

4
(2)
સામાજિક રીતે સ્વીકાર્ય ન બની શકતા સંબંધો ઉભા બળી જતાં પાક જેવા હોય છે, જેમાં તેની કાળજી કે જાળવણીમાં કોઈ ખામી નથી હોતી પણ, બસ સંજોગો જ વિપરીત બની જાય છે અને કંઈ નીપજી શકતું નથી. તો, આવા સંબંધોમાંથી કંઈ મેળવી શકવાની આશા રાખ્યા વિના એ જેમ અને જ્યાં હોય ત્યાં અને એવા જ છોડી દેવા એ યોગ્ય ઉપાય છે. કેમકે, સંબંધ હોય કે મકાન, જેનો પાયો કાચો રહી ગયો હોય તેનાં ટકવાની કોઈ ગેરંટી હોતી નથી. કારણ કંઈ પણ હોય, બિનશરતી પ્રેમમાં હૃદયભંગનો સ્વીકાર પણ બિનશરતી જ હોવો જોઈએ ને?

Written by - Swati Joshi

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

છે પ્રેમ કર્યો તો મનથી મનનો સોદો કીધો;

નથી છીનવ્યું કંઈ, જો આખો દિલનો ટુકડો દીધો,

પ્રિયતમ માગે હિસાબ તે ‘દિ જોયું જાશે,

મારે તમ કેરી ફરિયાદો કાને આણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

ખોટો તું કે હું, ફરક હવે શું પડવાનો?

લીધાં-દીધાંનો હિસાબ શું કંઈ ચોપડે ચડવાનો?

લાભ થયો કે ખોટ ગઈ, તું આવે તો કહું,

ત્યાં સુધી સંઘરેલી યાદો મારે ગણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

લાગણીઓનાં કોરા ફલક પર ‘અ’ પાડું ત્યાં;

તારે હાથ જો મર્યાદાનું ડસ્ટર આવ્યું,

એક ઝાટકે એ ‘અઢી અક્ષર’ તેં ભૂંસી નાખ્યા,

હવે જગ ખાતર કોઈ ‘અ,આ,ઈ’ મારે ભણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

ફુલગુલાબી ગીતોની મોસમ છો ન આવે;

આપણને તો આંસુભીની ગઝલ ન ફાવે,

કિસ્મત કેરી ભૂલો આપણ માથે લઈને,

રક્ત નીતરતી કવિતાઓ ગણગણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

Best Sellers in Kindle Store

ACI_KindleStore._SS300_SCLZZZZZZZ_

Older Stories

Let’s Start Talking!

Swati Joshi is an Indian writer who loves to write in English and Indian Languages like Gujarati. Read her Gujarati Poetry and Motivational articles at Swati's Journal.
Swati Joshi

www.swatisjournal.com

5 Comments

 1. Searching relation which I can say perfect, hoi evu to address aapjo, would like to meet that type of people.

  Reply
  • Tamne potane malo.
   Apne kalpela manas apne pote j bani sakiye na ke bija pase ashao bandhvi

   Reply
  • Thanks for your valuable comment Nipa.
   See, our other fellow reader has given the answer to your question that we should expect from ourselves more than we expect from the others.

   And as you’ve said, unfortunately there are not plenty of people around to accompany you for a long time..

   I wish all the very best to you n that you get the person you need in your life!

   Reply
 2. આ ડસ્ટર શબ્દ આવયો એ રાણ મા કરમદા જેવો લાગ્યો

  Reply
  • આપના અમૂલ્ય પ્રતિભાવ બદલ ધન્યવાદ ગૌતમભાઈ!

   અને ખેદ છે કે આપને રસભંગનો અનુભવ થયો.. આપને ડસ્ટર ને બદલે કોઈ બીજો યોગ્ય શબ્દ મળે તો ચોક્કસ સૂચવજો.. આપના સૂચનો આવકાર્ય છે!

   બાકી, સતત એકસરખા સ્વાદ કરતાં થોડો ખાટો-મીઠો સ્વાદ મજા આવે ક્યારેક, ખરું કે નહીં?

   Reply
Submit a Comment

Your email address will not be published. Required fields are marked *