“હું એ કોરો કાગળ” – Gujarati Poetry
WRITTEN BY Swati Joshi
Shares

હું એ કોરો કાગળ,-
જે મનગમતા કોડીલા હૈયાની હોંશ કોઈ,
અક્ષરનાં દેહ વડે મનની મુરાદ લઈ;
પ્રેમભરી ડાયરીમાં વર્ષો-
બની સંભારણું લપાઉં

હું એ કોરો કાગળ,-
જે મનઘેલી માત અને પિતા પ્રેમાળનાં,
સપનાઓ આંખોમાં આંજી બેઠેલી;
પીળી હથેળીઓની-
કુમકુમ પત્રિકા થઈ છપાઉં.

હું એ કોરો કાગળ,-
જે દારિદ્રય અને પીડાનાં વર્ષો માહયે,
જલાવેલા આશાના કોડિયાનાં
આછા અજવાસનો-
નિમણૂંક-પત્ર બની જાઉં.

હું એ કોરો કાગળ,-
જે જન્મોનાં સાથીને જોઈ બિછાનામાં,
ઝરતી બે આંખોની બુઝાતી એ આશામાં;
કાળી આ શાહી વડે “અશુભ” એવું ટંકાવી-
મુક્તિ-સંદેશો સંભાળવું!!

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

2 Comments
Inline Feedbacks
View all comments

Pin It on Pinterest