“હું એ કોરો કાગળ”

Written by Swati Joshi

February 27, 2019

હું એ કોરો કાગળ,-

જે મનગમતા કોડીલા હૈયાની હોંશ કોઈ,

અક્ષરનાં દેહ વડે મનની મુરાદ લઈ;

પ્રેમભરી ડાયરીમાં વર્ષો-

બની સંભારણું લપાઉં

હું એ કોરો કાગળ,-

જે મનઘેલી માત અને પિતા પ્રેમાળનાં,

સપનાઓ આંખોમાં આંજી બેઠેલી;

પીળી હથેળીઓની-

કુમકુમ પત્રિકા થઈ છપાઉં.

હું એ કોરો કાગળ,-

જે દારિદ્રય અને પીડાનાં વર્ષો માહયે,

જલાવેલા આશાના કોડિયાનાં

આછા અજવાસનો-

નિમણૂંક-પત્ર બની જાઉં.

હું એ કોરો કાગળ,-

જે જન્મોનાં સાથીને જોઈ બિછાનામાં,

ઝરતી બે આંખોની બુઝાતી એ આશામાં;

કાળી આ શાહી વડે “અશુભ” એવું ટંકાવી-

મુક્તિ-સંદેશો સંભાળવું!!
કોરો કાગળ, જેનું સાધારણ રીતે અધોમૂલ્યન જ થતું હોય છે પરંતુ, અહીં એક કોરો કાગળ પોતાના વિશે જે કંઈ પણ કહે છે એ તમારી માન્યતાઓ ચોક્કસ બદલી નાખશે… સાંભળો શું કહે છે એ કોરો કાગળ?!

Related Articles

આકાંક્ષા

સ્કૂલમાં હતા ત્યારે આવી સવાર પડતી હતી.શિક્ષકો શબ્દો અને કલ્પનાની પાંખો આપી, નવું આકાશ શોધવામાં મદદ કરતા.આજે…

પ્રશ્નો

મનનું સમુદ્ર જેવું છે; સવાલ-જવાબોની ભરતી-ઓટ ચાલ્યા જ કરે. રોજ ઉદ્ભવતા સૈંકડો પ્રશ્નોમાં જરૂરી નથી કે બધાનાં ઉત્તર મળે જ. છતાં, શ્વાસની…

ખેલ

અસ્તિત્વ માટે ખેલાતો એક ખેલ એટલે જીવન. જેની વિશેષતા એ કે વ્યક્તિ એક જ રમતનો ભાગ હોવા છતાં, દરેક એક અલગ…

Psst! Can you spare a moment before you go?

As much I love writing these stories, I care to gather your thoughts. Readers like you keep me going by suggesting new stories, appreaciating old ones.

You have Successfully Subscribed!

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This