મારી દીકરી અને કેસૂડો! – A Gujarati Poetry

Written by Swati Joshi

February 8, 2019

મારી બળતી બપોરનો શીળો અંગાર,

એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.

મારી સર્વે વસંત ના રૂપનો અંબાર,

એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.

પ્લુષ્ટ ,પ્રવ્રજ્યા શિશિરનો કિરમજી શૃંગાર,

એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.

મોઝાર વિસ્તરતા વગડાને રાતો લલકાર,

એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.

મારા હરિત પડછાયાનો સમાંતર પ્રસાર,

એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.

અનન્ય તોયે પરિપૂર્ણ જાણે સંઘેડા ઉતાર,

એક મારી દીકરી ને બીજો આ કેસૂડો!

*પ્લુષ્ટ=frozen, *પ્રવ્રજ્યા=ascetic, *મોઝાર=inside

RECOMMENDED BOOKS

Advertisement

ઉનાળાની બપોર જો મારી જેમ વ્યક્ત કરી શકતી હોત તો,હું જે મારી દીકરી વિશે અનુભવું છું એવું જ કંઇક એ પલાશનાં ફૂલો વિશે અનુભવે છે એમ કહેતી હોત… ખરું ને?

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This
Copy link
Powered by Social Snap