પ્રગતિ! – A Gujarati Poetry

Written by Swati Joshi

March 27, 2019

પળ, પ્રહરનાં દિન થયાં ને,
દિન બની વર્ષો ગયા;
નિશ ચમકતી આંખ સામે,
કાચ આ લાગી ગયા.
ચાલ્યો હજુ તો ચાર શેરી,
બે’ક વળાંકો શું લીધા;
શી ખબર કે કેમ સઘળા,
સરનામા બદલી ગયા?
એક તરફ સૌ તૃષ્ણાઓ,
બીજી તરફ છે બંધનો;
મંછા તપાસું જ્યાં જરા,ત્યાં-
સપના મને સાહી ગયા.
દોડ નામે જિંદગીમાં,
ભાગ્યો છું હું મન મૂકી;
થોભી, ચકાસું સંગ મારા,
પોતાનાં કેટલા રહ્યા?
આકાંક્ષાની પાંખો ઝાલી,
દૂર હું એટલો ગયો;
નજરનું નેજવું કરતી મા નાં
હાથ તો થાકી ગયા!!

*સાહી જવું = હાથ પકડીને લઇ જવું,

RECOMMENDED BOOKS

No products found.

Advertisement

જીવનમાં કોઈ એક સ્થળે રોકાઈને મૂલવીએ કે જેટલું મેળવ્યું છે તેનાં માટે શું ચુકવ્યું છે ત્યારે સમજાય છે કે,કરેલી પ્રગતિ કે ઉન્નતિનાં બદલામાં ચૂકવવી પડેલી કિંમત ઘણી જ વધારે હોય છે. છતાં, મારું માનવું છે કે એ કિંમત શું અને કેટલી રાખવી એ પોતાનાં જ હાથમાં હોય છે… સાચું ને?

Sponsored

Copy link