મનુષ્ય તરીકે લોભ, લાલચ, ક્રુરતા વગેરે સહજ બની જાય છે ત્યારે, આપણે એકબીજાનો વસ્તુ તરીકે ઉપયોગ કરતા થઇ જઈએ છીએ.આ ‘તરસ’ કદાચ એ હકીકતની અનુભૂતિ કરાવે…
તરસી નજરોથી વાદળો ચૂસાય છે
ક્રીડા હેતુ ક્યાંક વળી તળાવો ભરાય છે.
હાજર છે જીભ ફક્ત અધર ભીના કરવાને;
ભટકે છે જીવ જ્યાં એક ખાડો પુરવાને,
તો, અહીં જ વળી સોમરસ થી મહેફિલો છલકાય છે
તરસી નજરોથી…
ધીમે-ધીમે, હાડ-ચામ એક થતાં જાય છે;
છેલ્લે પછી ચર્મના બજારો ભરાય છે,
આખું અસ્તિત્વ ધૂળનાં ભાવે વેંચાય છે
તરસી નજરોથી…
ભૂખ્યું-તરસ્યું ,વેંચાયેલું અસ્તિત્વ;
જીવન આખું બસ કાંટે તોળાય છે,
ત્યારે-
ચૂસાયેલા વાદળો આંખોથી વહી જાય છે!
તરસી નજરોથી …
Really Very Nice Story..
Congratulations Swatiben
I’m really so glad to find your comment here. Thank you very much for this encouragement.
Looking forward to have your views on the other posts too.
Happy reading!