Poetry [EN / GU / HI]

We've grouped Poetry [EN / GU / HI] content for you. Continue reading your favourite posts.
मन का महाभारत  – A Hindi poetry by Shobhana Vamja 5 (5)

मन का महाभारत – A Hindi poetry by Shobhana Vamja 5 (5)

महाभारत – ‘पंचमवेद’ कहे जानेवाले इस महाकाव्य के सभी पात्र मनुष्य के आतंरिक विश्व के प्रतिबिंब है| यह स्पष्ट दर्शाता है कि यदि मनुष्य चाहे तो, अच्छाई या बुराई किसीके भी शिखर तक पहुँच सकता है| परन्तु, हर बार सही या ग़लत का चुनाव करते वख्त खुद को अगर श्री कृष्ण को समर्पित कर दिया जाए तो, आखिर में वह कर्म आपके लिए धर्म ही बन जाएगा|

मृत्यु की खबर – A Hindi poetry by Japan Vora 4.2 (9)

मृत्यु की खबर – A Hindi poetry by Japan Vora 4.2 (9)

मृत्यु ही जीवन का एकमात्र अटल एवं विदित सत्य है, परन्तु इसे जीवनपर्यंत अस्वीकृत करते रहना भी अति साधारण मनुष्य भाव है| मृत्यु की ख़बर मिलना सहज है किंतु, उसकी अनुभूति मनुष्य के अपने उम्र के पड़ाव तथा मनोभावों पर निर्भर करती है| एक ही ख़बर यहाँ तीन छंदों में, जीवन उर्जा के धूमिल होने की गति के साथ, बदलती अनुभूति के रूप में प्रस्तुत की गई है|

હરિ હવે આવો તો કેમ? – A Gujarati Poetry by Swati Joshi 3.7 (12)

હરિ હવે આવો તો કેમ? – A Gujarati Poetry by Swati Joshi 3.7 (12)

ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।। प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।। શ્રી કૃષ્ણ જેમનાં માટે માતા-પિતા, બાંધવ, મિત્ર, સખા એમ સર્વસ્વ છે, એવા દરેકને પોતાની ભાવનાઓ મુક્ત મનથી વ્યક્ત કરવાનો અધિકાર સ્વયં શામળાએ જ એમને આપેલ છે. કૃષ્ણ સાથેનાં સંબંધમાં સમર્પણ અને અધિકાર બંને યમુનાનાં કાંઠાઓની જેમ સમાંતર ચાલે છે. જેટલું વધારે સમર્પણ, એટલો જ વધુ અધિકાર! તો, એ અધિકારથી જ એક સામાન્ય માણસની હરિને એક સાધારણ યાચના…

Institutionalized – An English poetry 3.5 (4)

Institutionalized – An English poetry 3.5 (4)

Being institutionalized is basic human nature. Worldly pleasures, desires and the self-love are so enticing for us that we literally bind ourselves to them. We forget that the body we’ve been sent here with is merely a carrier for the soul visiting this place just for a while. We look up to someone to save us and to drag us out of the mud of lurking desires. So, either we love or hate, we get used to this cage and slowly we long for its enslavement!

Awakening – English Poetry | Japan Vora 5 (1)

Awakening – English Poetry | Japan Vora 5 (1)

Knowledge and realization are two important factors that help us meet a ‘New Self’ every day. And when one is introduced to who he is, he gets a chance to know what he can become. Here, the awakening poet has talked about helps us face the brighter side of life, keeping the shadows behind. It guides us towards the making of ourselves out of thousands of new possibilities. What it takes is mere realization. Each evolution, either inner or outer, begins with this kindling revival.

કેમ છે? – A Gujarati Poetry by Swati Joshi 3.7 (19)

કેમ છે? – A Gujarati Poetry by Swati Joshi 3.7 (19)

ઘણી વખત મન મળેલા હો પરંતુ, સાથ પાક્કો થાય એ પહેલા જીવનનાં રસ્તા પર સાથે ચાલતા હોઈએ ત્યારે જાણ બહાર કશીક આપ-લે થઇ જતી હોય છે. આ લેવડ-દેવડમાં પોતાની પાસે રહેલ જણસને કિંમતી ગણવી કે નહીં કે પછી એ સંભાળીને રાખવી કે નહીં એ સંજોગો અનુસાર, અંગત પસંદગીની વાત છે. અહીં એવી સાચવીને રાખેલી એક અમૂલ્ય થાપણ વિશે વાત છે, જેમાં આપનાર તો કદાચ આપીને ભૂલી ગયેલ છે પણ, સાચવનારને મન તેનું શું મૂલ્ય છે એ કદાચ આપ વાંચીને જ સમજશો.

Marriage! – An English poetry 4.8 (4)

Marriage! – An English poetry 4.8 (4)

What do you do to stay absolutely RIGHT or WRONG for lifelong? You get married! Marriage is all about fun for people other than the one who gets into this union. Read this sarcastic yet undeniably realistic poetry about marriages in India.

સંચાર – Gujarati Poetry | Japan Vora 4.6 (5)

સંચાર – Gujarati Poetry | Japan Vora 4.6 (5)

ખેડૂત ખેતરમાં બીજ રોપી દીધા બાદ, તે બીજનું કુંપળમાં પરિવર્તિત થવું માત્ર જોઈ કે નોંધી જ શકે છે. પરંતુ, બીજનું કુંપળ બનવું એ કેવું અનુભવાય એ તો માત્રને માત્ર ધરતી જ જાણે છે. વસુંધરાને જો વાચા ફૂટે તો એ ચોક્કસ કહે કે, રોપાયેલું બીજ ઉગી નીકળવાનાં પૂરજોર તલસાટ સાથે સૂર્ય-કિરણો, ધરતીનું સત્વ અને હવાનાં સ્પર્શે ક્ષણે ક્ષણે અંકુરિત થવા તરફ આગળ વધે ત્યારે ધારીણી ધરાને પોતાનો કણે કણ સજીવ થતો લાગે. સતત નિર્જીવ લાગતી રેણુ, ત્યારે જડમાં પણ ચેતનાનો સંચાર થતો અનુભવે એ કુદરતની જ કરામત છે.

આપી શકો તો… – A Gujarati Poetry 4.4 (12)

આપી શકો તો… – A Gujarati Poetry 4.4 (12)

લોભ, લાલચ, સ્વાર્થ અને ભૌતિકતાને જ મનુષ્ય જીવનનો આધાર, આચાર અને વ્યવહાર સમજવા લાગેલા દરેક વ્યક્તિને આપણે આટલું તો કહેવું જ રહ્યું. કુદરતે દરેક માટે જીવન જરૂરી બધું જ ખુલ્લા મનથી આપ્યું છે, આપણે તો જો કંઈ આપવાને લાયક છીએ તો એ માત્ર ને માત્ર શુદ્ધ લાગણી, સમય કે સદભાવ જ છે. એટલું પણ ન આપી શકતા લોકો પાસેથી બીજી કઈ વાતની અપેક્ષા રાખી શકાય એ જાતે જ નક્કી કરવું રહ્યું.

The world is a beautiful place!  – English Poem 4.2 (5)

The world is a beautiful place! – English Poem 4.2 (5)

This poetry is a gentle reminder for all of us to care and appreciate whatever the world has offered us. Living on this planet doesn’t mean to acquire and cherish the material things only. Residing this place has a much deeper and precious meaning. Let’s not forget how beautiful place we’ve been gifted with!

अपना शहर – Hindi Poetry 4.6 (16)

अपना शहर – Hindi Poetry 4.6 (16)

“ये क्या जगह है दोस्तो, ये कौन सा दयार है| हद-ऐ-निगाह तक जहां ग़ुबार ही ग़ुबार है||” – ‘शहरयार’ जी की ये पंक्तियाँ एक शहरी इंसान की भावनाएं व्यक्त करने के लिए काफ़ी है| सपने दिखाता शहर, ज़िंदगी को समजने, समजाने के बड़े अलग ढंग जानता व आज़माता है| हिसाब का पक्का शहर हमें जो कुछ भी देता है, सूद समेत वापस भी लेता है| यही उसका तरीका है और यही उसका चलन भी!

ये ज़रूरी तो नहीं – Hindi Poetry 3.6 (12)

ये ज़रूरी तो नहीं – Hindi Poetry 3.6 (12)

जीवन का मतलब आजकल व्यक्ति के सफल या निष्फल होने से या उसके पाने या खोने से निकालना ये चलन बन गया है| जीवन नपे-तुले मापदंडो में समाविष्ट या व्याख्यायित किया ही नहीं जा सकता ये कैसे समजाए कोई इन्हें? ‘ये ऐसे ही होता है’, ‘वो वैसे ही होना चाहिए’ ऐसी सीमाओं में बंधे वो जीवन कहाँ? उन्मुक्त बहते झरने सा बेबाक, अनिश्चित, प्रबल प्रवाह ही जीवन है| इसीलिए तो, जो हम सोचें वही घटे ये ज़रूरी तो नहीं|

ગળતી ચંદ્રની ધાર!  – A Gujarati Poetry 3.9 (23)

ગળતી ચંદ્રની ધાર! – A Gujarati Poetry 3.9 (23)

ચંદ્રની ગળતી ધારની માફક જીવન રોજ થોડું ટૂંકાઈ રહ્યું હોય ત્યારે પરમાત્મા સુધી પેલે પાર પહોંચવાની ઉતાવળ સ્વાભાવિક છે. પણ, ત્યાં પહોંચવા માટે આપણે માટે નિર્મિત છતાં આપણે જાતે પસંદ કરેલ માર્ગ પરથી ચાલવું એ પૂર્વશરત છે. સત્યનો માર્ગ ખરેખર અકારો છે અને ત્યાં ભાગ્યે જ કોઈ સાથી મળે છે. એટલે એકલપંડ પ્રવાસી ક્યારેક મૂંઝાઈ પણ જાય છે. પણ દરેક પ્રવાસીની અંતરાત્મા આ પથ ખેડવાનો ઉપાય જાણે છે કેમકે, એ આવી અનેક યાત્રાઓ કરીને આવે છે એટલે, એણે ચિંધેલ ઉપાય અજમાવીને જીવ બેફીકર બની પોતાનાં માર્ગે આગળ વધી શકે છે અને ત્યારે તેને ટૂંકા થતા દિવસો કે ઘેરી થતી રાતોનો ભય રહેતો નથી.

આવી પરીક્ષાની સીઝન – Gujarati Poetry | Akshit Kargathara 0 (0)

આવી પરીક્ષાની સીઝન – Gujarati Poetry | Akshit Kargathara 0 (0)

એક વિદ્યાર્થીની મનોવ્યથા રજૂ કરતી આ હળવી કૃતિ આપને પોતાનાં વિદ્યાર્થીકાળને યાદ કરાવવામાં ચોક્કસ મદદ કરશે. શિક્ષણ અનિવાર્ય ચોક્કસ છે પરંતુ, બોજ બને ત્યારે વિદ્યાર્થીઓ માટે ‘કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં’ જેવી હાલત થતી હોય છે, સાચું ને? આપનાં વિદ્યાર્થીકાળનાં આવા કોઈ સંસ્મરણો છે?

એમ કરવું શાને? – A Gujarati Poetry 3.8 (10)

એમ કરવું શાને? – A Gujarati Poetry 3.8 (10)

સામાજિક રીતે સ્વીકાર્ય ન બની શકતા સંબંધો ઉભા બળી જતાં પાક જેવા હોય છે, જેમાં તેની કાળજી કે જાળવણીમાં કોઈ ખામી નથી હોતી પણ, બસ સંજોગો જ વિપરીત બની જાય છે અને કંઈ નીપજી શકતું નથી. તો, આવા સંબંધોમાંથી કંઈ મેળવી શકવાની આશા રાખ્યા વિના એ જેમ અને જ્યાં હોય ત્યાં અને એવા જ છોડી દેવા એ યોગ્ય ઉપાય છે. કેમકે, સંબંધ હોય કે મકાન, જેનો પાયો કાચો રહી ગયો હોય તેનાં ટકવાની કોઈ ગેરંટી હોતી નથી. કારણ કંઈ પણ હોય, બિનશરતી પ્રેમમાં હૃદયભંગનો સ્વીકાર પણ બિનશરતી જ હોવો જોઈએ ને?

સુખ, દુઃખ અને આપણે! – Gujarati Poetry 3.6 (12)

સુખ, દુઃખ અને આપણે! – Gujarati Poetry 3.6 (12)

સતત ચાલતી કોઈ પરિસ્થિતિ મનને આનંદ આપતી નથી. જેમ રોજની એક જ ઘરેડ અણગમાની લાગણી જન્માવે છે તેવી જ રીતે સુખ કે દુઃખ એકધારું રહે તો અકારું લાગે છે. જેમ, ભોજનમાં રુચિ જળવાય તે માટે બધા સ્વાદ હોવા જરૂરી છે તે જ રીતે, જીવનમાં સ્વાદ રહે તે માટે સુખ-દુઃખનું સંતુલિત સંયોજન ખુબ જરૂરી છે, છે ને?

કવિતા એટલે શું? – Gujarati Article by Rekha Mehta 3.8 (6)

કવિતા એટલે શું? – Gujarati Article by Rekha Mehta 3.8 (6)

કવિતા એ કોઈ ઉજવણી નથી. એ કોઈ પણ સંવેદનશીલ મનુષ્યની આંતરિક હાલતનો અરીસો છે. તેનાં મનની છબીની વિશ્વ સમક્ષ નિર્ભેળ પ્રસ્તુતિ છે. હા, એ એક ઉચ્ચ કક્ષાની કળા હોવાને નાતે દરેકને સાધ્ય નથી. પરંતુ, તેને પામવા, માણવા કે ગ્રહણ કરવાની ક્ષમતા દરેક ભાવક ચોક્કસ ધરાવે છે. કવિતા મનુષ્ય ખરેખર જે વિચારવા ઈચ્છે છે, એ વિચારી શકવાનો પરવાનો છે!

नया साल – Hindi Poem | By Japan Vora 3 (3)

नया साल – Hindi Poem | By Japan Vora 3 (3)

प्रेम का शिखर वो जगह है जहां व्यक्ति स्वयं के अलावा और कुछ लेकर नहीं पहुँच सकता| व्यक्ति का अहंकार जब उसके व्यक्तित्व से प्रतिबिंबित होने लगे, तब वह अपने आसपास प्रसरते अंधकार को अपनाने लगता है| आतंरिक अंधकार ख़ुद से ख़ुद की पहचान नहीं होने देता और व्यक्ति भरे विश्वमें अकेला रहेना स्वीकार कर उसे जीवन बनाने लगता है| प्रस्तुत कविता ऐसे ही एक व्यक्तित्व की ज़ुबानी है की कैसे वह अहंकार के संग जीते हुए हरदिन अपने को एक नए आयाम में देख पाता है|

હું – Gujarati Kavita | Rashmin Mehta 3 (3)

હું – Gujarati Kavita | Rashmin Mehta 3 (3)

કુદરતમાં કદાચ મનુષ્ય એક જ એવું પ્રાણી છે જેની મર્યાદાઓ અને શક્તિઓ બંને અસીમ છે. આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ…

मैं मुझसे मिलना चाहता हूँ  – Hindi Poem | By Japan Vora 4.8 (4)

मैं मुझसे मिलना चाहता हूँ – Hindi Poem | By Japan Vora 4.8 (4)

निदा फ़ाज़ली जी का एक शेर है, “एक से हो गए मौसमों के चेहरे सारे, मेरी आँखों से कहीं  खो गया मंज़र मेरा!” ज़िंदगी के मायने और क्या है ये चाहे पता ना चल पाए तो कोई बात नहीं, खुद से एक मुलाकात और खुद से खुद की पहेचान ज़रूरी है| सच – झूठ, सही – गलत, क्यों, क्या से ऊपर उठकर, मुक्त मन से कुछ लम्हों के लिए ही सही स्वयं से मिलने की इस कविता में प्रस्तुत कामना आप भी रखते है क्या?

Zen Inception – Poetry in English | Japan Vora 4.2 (6)

Zen Inception – Poetry in English | Japan Vora 4.2 (6)

Life is something too beautiful not to keep constantly analyzing for. While trying to figure it out or in searching for meanings of what’s happening around, we miss to feel the charm it has. The beauty of life lies in observing it from inside out. A constant check snatches away the GRACE and PEACE! We don’t need to do anything but to witness as the life knows when and how to make a shift. So, be a bystander and feel the shine! This poetry in english here can help you start a new journey towards Zen lifestyle!

Just Breathe – English Poem 3.9 (15)

Just Breathe – English Poem 3.9 (15)

Breathing, we don’t look into this most important aspect of life very carefully. As being human, we’re used to ignore what’s vital. With each breath we inhale, we take in a chance, hope, faith, love that keep us alive, while exhaling, we can throw out the negativity, grudge, pain and affliction. Taking in air and throwing it out is not only a process I believe, but that’s what living is!

Light My Fire – Poetry in English | Japan Vora 4.5 (4)

Light My Fire – Poetry in English | Japan Vora 4.5 (4)

Death is just not a notion, but more of a natural happening we’ve witnessed time and again. Have you ever got a chance to think, what would ‘the remaining’ be feeling when it has the real experience? Read this extraordinary piece here, taking you to the summit of your BEING!

રક્તની માફક લોહીલુહાણ  – Gujarati Kavita | Rashmin Mehta 4.4 (7)

રક્તની માફક લોહીલુહાણ – Gujarati Kavita | Rashmin Mehta 4.4 (7)

વ્યક્તિમાં સ્વીકારભાવ બહોળો હોય તે એક ઉમદા ગુણ છે પરંતુ, જેમ દરેક સીક્કાની બે બાજુઓ હોય તેમ અહીં પણ જેટલી સ્વીકાર કરવાની કાબેલિયત વધુ તેટલી, અવાંછિત અનુભવોનો સામનો થવાની શક્યતા વધુ! આ મોટા મનનાં વિરલાઓએ પોતાનાં સ્વભાવ, સંસ્કાર અને વર્ષોમાં અર્જિત અનુભવસિદ્ધ સિદ્ધાંતોને સાથે લઈને સતત ટીપાતાં, કુટાતાં, લડતા, ઘવાતા, હારતા, જીતતા તેમજ એક વણમાગ્યો અજંપો સાથે લઈને જીવવાની તૈયારી રાખવી જ રહી… ક્યાં સુધી?? કે જ્યાં સુધી પોતાની જાતને તેમજ બીજા લોકોને એ જેવા છે તેવા જ સ્વીકારી ન લઈએ ત્યાં સુધી!

જોઈએ તો બસ હું અને તું – Gujarati Poetry | Japan Vora 3.6 (18)

જોઈએ તો બસ હું અને તું – Gujarati Poetry | Japan Vora 3.6 (18)

સ્ત્રી-પુરુષ વર્ષો સાથે રહ્યા પછી પણ રહે છે સ્ત્રી અને પુરુષ જ! પરંતુ, લાગણીઓ જ્યાં સુધી આ બે પાત્રોને એકબીજા સાથે બાંધે છે ત્યાં સુધી સંબંધનું સ્વરૂપ, આચાર-વિચાર કે સ્વભાવ કંઈ જ તેમના શાશ્વત સંગાથને અસર કરી શકતું નથી.ભાવનાઓથી જોડાયેલા બંને ગમે તે સંજોગો કે મૂંઝવણોમાંથી પોતાને માટે અનુકૂળ સમાધાન વડે સાથ ટકાવી રાખવાનો માર્ગ શોધી લે છે.વર્ષોનાં સાથ બાદ આ તેમનો સહજ સ્વભાવ બની જાય છે. કદાચ આ જ આપણા સંબંધોનાં મૂલ્યોનું ખરું ભાષાંતર છે!

कोशिश – Hindi Poetry | By “मुसाफ़िर” Deepak Sharma 3.6 (19)

कोशिश – Hindi Poetry | By “मुसाफ़िर” Deepak Sharma 3.6 (19)

गुलज़ार साहब ने लिखा है कि, “चारागर लाख करें कोशिश-ए-दरमाँ लेकिन, दर्द इस पर भी न हो कम तो ग़ज़ल होती है!” इसी दर्द की दवा ढूंढ रहा ‘मुसाफ़िर’ आपसे यहाँ कुछ कहना चाहता है|

વિરાટ વિચ્છેદ – Gujarati Poem| Japan Vora 4.7 (10)

વિરાટ વિચ્છેદ – Gujarati Poem| Japan Vora 4.7 (10)

ચેતનાનાં અંબરમાં ગાબડું પડે ત્યારે, યાદોનાં પડછાયા યદ્દરછ રૂપ ધરી આપણી સામે આવે છે. કોઈનું હોવું જેટલું મહત્વનું હશે, આ પડછાયા એટલા જ ઘેરા હશે. પરંતુ, હૃદયનાં કોઈક ખૂણે પોતાને પણ એ પ્રતીતિ સતત રહે જ છે કે, સ્મૃતિ-પટલ પર મંડરાતી એ છબીઓ આભાસી જ છે.લાગણીઓ વહી ગયાની અનુભૂતિ પછીનો સમય લાવે છે નર્યો સંતાપ! ખુબ ચાહેલા પ્રિય-પાત્ર માટે લખાયેલી આ સુંદર રચના આપ પણ માણો…

એક નાસ્તિકની આસ્તિકી – Gujarati Poetry | Rashmin Mehta 5 (5)

એક નાસ્તિકની આસ્તિકી – Gujarati Poetry | Rashmin Mehta 5 (5)

નશા અને પ્રેમમાં એક સ્તરથી ઉપર જઈએ ત્યારે વ્યવહારનાં કોઈ ફિલ્ટર્સ રહેતા નથી તેવું જ ભગવાન વિશેની મનુષ્યની લાગણીઓનું છે. ભગવાન નામનાં વિચારથી સહેમત હોઈએ તો આ જ ભાવ ભક્તિ સ્વરૂપે પ્રગટ થાય અને એ વિચારથી અસહેમત હોઈએ તો એ બને નાસ્તિકતા! છતાં, લાગણીની ઉત્કટતા બંનેમાં સમાન જ રહે છે. અહીં એક નાસ્તિકે મિત્રભાવે પોતાની લાગણીઓ ઠાલવી છે. ભગવાને તો સાંભળી લીધી, તમને સ્પર્શી કે નહીં?

મને છૂટ છે – Gujarati Poetry 4.7 (13)

મને છૂટ છે – Gujarati Poetry 4.7 (13)

ભાગ્યવશાત્ ક્યારેક ઇચ્છાઓ અને વાસ્તવિક જીવન વચ્ચે સામંજસ્ય નથી રહી શકતું. માણસ તરીકે નૈતિકતા હજી નડતી હશે તો, જીવન કામનાઓ અને નીતિમત્તા વચ્ચે ઘંટીના બે પડની જેમ પીસ્યા કરશે. પણ યાદ રાખવું કે, સાધ્ય તમારી પાસે રહી જાય અને નિયતિ સાધન છીનવી લે ત્યારે, પ્રાર્થનાઓને સાધન બનાવીને શાતા સુધીનો માર્ગ કંડારવાની માણસ તરીકે આપણને છૂટ છે!

સિદ્ધિ – Celebrating 2nd Anniversary 4.9 (10)

સિદ્ધિ – Celebrating 2nd Anniversary 4.9 (10)

પથ્થર ફેંકી આંબા પરથી કેરી તોડતા બાળકને જોયું છે? બસ, સપના જોવા અને સાકાર કરવામાં એવા જ પ્રયત્ન લગાડવાના હોય છે. બાકી, સપના સાકાર થાય ત્યારે સૌ કોઈ નોંધ લે પરંતુ, તેની પાછળ કરવામાં આવેલી મહેનત ભાગ્યે જ કોઈનાં ધ્યાનમાં આવતી હોય છે. જે સપના જુએ છે એમણે હૈયે હામ રાખી સાચા થવા સુધી થોડું-થોડું આગળ વધતા રહેવાનું છે બસ…

મેં એક સપનું જોયું’તુ – Gujarati Poetry 5 (3)

મેં એક સપનું જોયું’તુ – Gujarati Poetry 5 (3)

સપના અને સ્ત્રીઓનું લગભગ સરખું- રહસ્યમય છતાં એટલા આકર્ષક કે જોવાનું – મળવાનું મન થયા કરે!! મનની ઈચ્છાઓ, તૃષ્ણાઓ કે આકાંક્ષાઓનો અરીસો એટલે સપના! પણ, સપના એટલે પરપોટા… ઉદ્ભવે, રંગબેરંગી લાગણીઓની છબી ઉપસાવે અને ક્ષણમાં જ ફટ્ટ કરતા ફૂટી પણ જાય, જીવનને આ એક જ ઘટનામાં વ્યક્ત કરી જતા આ સપના જોઈ, યાદ રાખી અને તેને વ્યક્ત કરવાની વિશેષ બક્ષિશ કુદરતે આપણને આપી છે… તો, ચાલો માણીએ એક અનોખી દુનિયાની સૈર કરાવતું આ એક ઔર સુંદર સપનું!!

કોને પડી છે – Gujarati Poetry 2.5 (4)

કોને પડી છે – Gujarati Poetry 2.5 (4)

સોશિયલ મીડિયા, ટેકનોલોજીએ આપણા હાથમાં આપેલું એક રૂપકડું રમકડું! આ રમકડાને તો આપણે દંભને જસ્ટીફાય કરતા સાધન તરીકે ઉપયોગમાં લેવા લાગ્યા છીએ અને છતાં તેનો કોઈ એહસાસ જ નહીં!! આજે જે લોકો, જે સાથ અને સહકારને આપણે આ સોશિયલ મીડિયાનાં ખોખલા ચહેરા પાછળ રહી પોતાનાથી દૂર કરી રહ્યા છીએ એ કોઈક દિવસ ‘કોને પડી છે’ એમ કહી દેશે ત્યારે શું? વિચારી રાખજો… ખાલી પારકા ઉજાસે ચમકતી સ્ક્રીન બનવા કરતા, લાગણીથી ભરેલ હૃદયનો ચહેરો બનીએ તો કેમ?

એ ન્હોતી ખબર – Gujarati Poetry 5 (2)

એ ન્હોતી ખબર – Gujarati Poetry 5 (2)

જીવન એક અદ્ભુત ઘટના છે.અહીં જે જેવું દેખાય છે કે, સમજાય છે એ એજ સ્વરૂપમાં અનુભવી શકાશે એ નક્કી રહેતું નથી. વસ્તુઓ, ઘટનાઓ કે અભિવ્યક્તિઓ તેમનાં વ્યક્ત સ્વરૂપ અને એના અર્થ વચ્ચેનાં ભેદ વડે આપણને સતત અચંભિત કર્યા કરે એ જ જીવન!

આખરી પડાવ – Gujarati Poetry 4.4 (17)

આખરી પડાવ – Gujarati Poetry 4.4 (17)

મર્યા નથી ત્યાં સુધી તો જીવતા જ છીએ એ યાદ રાખવું અને અસ્તિત્વનાં આનંદનો ગુલાલ કરવો એ એકમાત્ર કામ છે જે મનુષ્ય તરીકે આપણા વશમાં છે. બાકી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી જ આ બધું સહેવાનું કે માણવાનું છે એ માન્યતા તરીકે સારું લગાડવા માટે પુરતું છે બાકી, આવવા જવાની અવિરત ચાલતી આ પ્રક્રિયામાં અહીંથી ક્યાંય જઈ શકાતું નથી.. આપ શું કહો છો?

કહે જો તું તો! – Gujarati Poetry 4.5 (13)

કહે જો તું તો! – Gujarati Poetry 4.5 (13)

કંઇક થોડી દાનત અને કંઇક નિયતિ આ બંનેનું સંયોજન સ્નેહ સંબંધોની ભૂમિકા તો બાંધી દે છે પરંતુ, તેમાં સંગાથે આગળ વધવા અને તેને નિભાવવા માટે ચપટી ચાહત કામ નથી આવતી, તેમાં ટનબંધ તૈયારી (willingness) કામે લગાડવી પડે છે ત્યારે કોઈક મુકામે પહોંચવું શક્ય બને છે! એટલે, ડગલે ને પગલે કહેતા રહેવું પડે કે, કહે જો તું તો…!

તને ગમશે? – Gujarati Poetry 5 (2)

તને ગમશે? – Gujarati Poetry 5 (2)

લાગણીનાં સંબંધોમાં જયારે સામાજિક વ્યવહાર, બીજાનાં વિચાર અને આત્મકેન્દ્રી આચાર (behavior) પ્રવેશે ત્યારે એ મૂળ સત્વ ગુમાવી દે છે. ફૂલદાનીમાં રાખેલા સાચા ફૂલો અને પ્લાસ્ટિકનાં નકલી ફૂલોનો ભેદ સમજાતો હોય તો, કોની, ક્યાં અને કેટલી દરકાર કરવી જોઈએ એ સમજી ગયા હશો, ખરું ને?

વિજયાદશમી – A Gujarati Poetry – Celebrate Dussehra 5 (8)

વિજયાદશમી – A Gujarati Poetry – Celebrate Dussehra 5 (8)

તહેવારો ઉજવવા એ આનંદ નો વિષય છે પરંતુ, એ તહેવારો પાછળનાં કારણ જાણીને ઉજવણી કરીએ, ત્યારે એ આનંદ સાર્થક થઇ બેવડાઈ જાય છે. સનાતન ધર્મએ જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઘણું આપ્યું છે. રામાયણ પણ એ જ્ઞાનસાગરનું જ એક અણમોલ મોતી છે. વાંચો, માણો અને આનંદો!

રોજ થોડું! – A Gujarati Poetry 4 (8)

રોજ થોડું! – A Gujarati Poetry 4 (8)

ચાહનાનાં પ્રદેશમાં માત્ર એન્ટ્રી જ છે, એક્ઝીટ નથી એટલે એક વખત એ વિસ્તારમાં ડગલું માંડ્યા પછી વહેતા રહેવાનું; દરેક પગલે કોઇક અનુભવની ગઠરી માથે ચઢશે એટલે ભારણ સહન થાય એટલું સહેતા રહેવાનું અને બાકી આવી રીતે જ કહેતા રહેવાનું!

आज नहीं होगा – Hindi Poetry 4 (5)

आज नहीं होगा – Hindi Poetry 4 (5)

आज स्वतंत्रता दिवस के इस अवसर पर,अटल बिहारी बाजपाईजी के इन शब्दों के अलावा कोई और शब्द हमारा जज़्बा बयां नहीं कर पाते, “उजियारे में, अंधकार में, कल कहार में, बीच धार में, घोर घृणा में, पूत प्यार में, क्षणिक जीत में, दीर्घ हार में, जीवन के शत-शत आकर्षक, अरमानों को ढलना होगा| कदम मिलाकर चलना होगा|”

અધુરપનો હિસ્સો તું! – Gujarati Poetry 4.7 (7)

અધુરપનો હિસ્સો તું! – Gujarati Poetry 4.7 (7)

ડૉ. રાહી માસૂમ રઝાએ કહ્યું છે, “कहीं शबनम के शगूफ़े कहीं अंगारों के फूल; आके देखो मेरी यादों के जहां कैसे हैं।” જાણ્યે-અજાણ્યે પણ ગઝલોનાં વિશ્વની સમૃદ્ધિ આવા યાદોનાં ખજાનાને જ આભારી છે. સંપૂર્ણ એટલું સુંદર એ પૂર્ણ સત્ય નથી.અધુરપનો આસ્વાદ તો જેણે માણ્યો હોય તે જ જાણશે… ખરું ને?

જૂની તિજોરીનું એક ખાનું – Gujarati Poetry 3.9 (13)

જૂની તિજોરીનું એક ખાનું – Gujarati Poetry 3.9 (13)

અમૃત ‘ઘાયલ’ કહે છે એમ, ‘તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હૃદય-વીણા; તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે’. યાદોનાં પટારામાં ગડી વાળીને સાચવી રાખેલી ક્ષણો ઘણાને માટે પીડાનું કારણ હોય છે તો, એ જ વળી કેટલાકને માટે સંતાપનું ઓસડ પણ હોય છે. અહીં આવી જ યાદોની પળોને સાથે મળીને માણીએ અને જીવીએ.

સાચું સુખ – Gujarati Poetry 5 (1)

સાચું સુખ – Gujarati Poetry 5 (1)

જો જગતની બધી ધન-દોલત, સુખ-સુવિધાઓ એક તરફ અને પરિવારજનો તેમજ મિત્રો બીજી તરફ એમ ત્રાજવે તોળવાનાં થાય તો, તમને શું લાગે છે શેનું મૂલ્ય વધારે થશે?

નજરોનાં હરણાં – Gujarati Poetry 3.9 (16)

નજરોનાં હરણાં – Gujarati Poetry 3.9 (16)

આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા કરે છે અને શહેરોની વચ્ચે પણ મનની અંદર ક્યારે વેરાન વગડો ઉભો કરી દે છે એ ખબર પણ રહેતી નથી. તો, એવા વગડે ભમતા નજરોનાં હરણાં શું કરે છે એ જોઈએ…

ग़ज़ल – Hindi Poetry 5 (1)

ग़ज़ल – Hindi Poetry 5 (1)

निदा फ़ाज़ली का ये शेर ही हमारी ग़ज़लको मुकम्मिल करता है की, “दिल में न हो जुर्रत तो मुहब्बत नहीं मिलती; ख़ैरात में इतनी बड़ी दौलत नहीं मिलती|

तू लगती है – Hindi Poetry 3 (4)

तू लगती है – Hindi Poetry 3 (4)

ये लगाए न लगनेवाली और बुझाए न बुझनेवाली चाहकी तपिश शायद ऐसी ही होती है.मजरुह सुल्तानपुरीने इसी पर कहा है की, “अलग बैठे थे फिर भी आँख साक़ी की पड़ी हम पर, अगर है तिश्नगी कामिल तो पैमाने भी आएँगे|

તું – Gujarati Poetry 4.5 (4)

તું – Gujarati Poetry 4.5 (4)

ગમતીલાને તેઓ આપણા માટે શું છે એ ચોક્કસ કહેવું જોઈએ. તમને ખબર છે સમયસર ઉપયોગમાં લેવાતા શબ્દો ટોનિકનું કામ પણ કરી જાણે છે? હજી સુધી ન કહ્યું હોય તો આજે જ કહી દેજો…

સંઘર્ષ – Gujarati Poetry 5 (3)

સંઘર્ષ – Gujarati Poetry 5 (3)

કવિતા તરીકે અત્યાર સુધી તમે ઘણું વાંચ્યું છે પરંતુ, ગુજરાતી એટલી બધી સમૃદ્ધ ભાષા છે કે, ક્યારેક તો માત્ર શબ્દો જ આખા વાક્યોની ગરજ સારે છે.અહીં, વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટે, ત્યારે શું પ્રક્રિયા થતી હશે એ વિશે એક પ્રયોગ રજુ કરું છું, આશા છે ગમશે…

મનસ્વી – Gujarati Poetry 4.1 (16)

મનસ્વી – Gujarati Poetry 4.1 (16)

આજકાલ અહીં પ્રસ્તુત અભિવ્યક્તિ મુજબની છોકરીઓ અને એ માહોલ બહુ જોવા મળતો નથી પણ, જો કોઈક ગ્રામીણ ઇલાકામાં એકા’દ આવી આપખુદ છોકરી મજાક-મજાકમાં છેડતી કરતા કોઈ રોડસાઈડ રોમિયોને ભટકાઈ જાય તો, કંઇક આવો જ જવાબ આપે કે નહીં?

માગું છું! – Gujarati Poetry 3.6 (9)

માગું છું! – Gujarati Poetry 3.6 (9)

લાગણીઓની લેવડ-દેવડમાં ક્યારેક તો આપવા માટે સમસ્ત સંસાર ઓછો પડે છે તો, વળી ક્યારેક પુલકિત કરી દેતી કોઈ એક ક્ષણ જ જીવનભર માટે પુરતી થઇ પડે છે… તમે શું માગ્યું છે?

ધિંગાણું – Gujarati Poetry 4 (4)

ધિંગાણું – Gujarati Poetry 4 (4)

કુદરતની શ્રેષ્ઠત્તમ રચનાઓમાંથી એક એવા આપણે ‘મનુષ્યો’ કેટલાક વિશેષાધિકાર ધરાવીએ છીએ.એટલે જ તો કુદરત કદાચ આપણી પાસે થોડી વધુ હિંમતની અપેક્ષા રાખે તો એ ગેરવ્યાજબી તો નથી જ… આટલી અનુભૂતિ રહેશે તો, માનવ હોવાનું ગૌરવ પણ જાળવી શકાશે.

શું કરું? – Gujarati Poetry 4.6 (11)

શું કરું? – Gujarati Poetry 4.6 (11)

નિયતિ આપણા માટે જે નિર્ધારિત હોય છે એ સામે લાવે જ છે; ચાહે આપણને ગમે કે ન ગમે. પામવું-છુટી જવું, મેળવવું-ખોઈ દેવું, સંગાથ-વિરહ આમાંથી કંઈ જ આપણા કાબુમાં નથી તો શા માટે ખોટું લડ્યા કરવાનું?ખેલ સૌ તેની મરજીનો…

જવાબ – Gujarati Poetry 5 (3)

જવાબ – Gujarati Poetry 5 (3)

માનવી, આ ગ્રહ પર સૌથી હોશિયાર હોવાની માન્યતાને કારણે, ક્યારેક સર્વશક્તિમાન પર પણ શંકા કરે છે. આપણે તેની શક્તિઓને ઓછી આંકવા ટેવાયેલા છીએ.અહીં એક કાલ્પનિક પરિસ્થિતિ છે, માણસ ઈશ્વરનાં અસ્તિત્વ વિશે શંકા કરી, તેમને પૂછે છે કે જો તેઓ સર્વત્ર છે, તો શા માટે લોકો તેનાં સ્થાનો લૂંટી લે છે અથવા નષ્ટ કરે છે? તે પોતાના નિવાસને કેમ રક્ષણ આપતો નથી? ત્યારે સર્જક આ જવાબ આપે છે.

રામ-રાવણ – Gujarati Poetry 5 (7)

રામ-રાવણ – Gujarati Poetry 5 (7)

સારું-ખરાબ, શુદ્ધ-અશુદ્ધ, પાપ-પુણ્ય એ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ જ રીતે, રામરૂપી પવિત્રતા અને રાવણરૂપી દુષ્ટતા એ પણ એક જ વ્યક્તિનાં મનનાં ભાવો છે.તમે કોને વ્યક્ત થવા દેશો એ તમારા પર નિર્ભર કરે છે.

તારા ગયા પછી! – Gujarati Poetry 4.4 (9)

તારા ગયા પછી! – Gujarati Poetry 4.4 (9)

ઘણી વ્યક્તિઓ કે સંબંધો હૃદયની ખુબ નજીક હોવા છતાં, ફાંસની જેમ સતત ખૂંચ્યા કરતા હોય ત્યારે, એ દૂર થવાથી વધુ રાહત અનુભવાય છે.છતાં, અહીં કહ્યું છે એમ,‘અકલ્પ્ય છે દેવત્વ…’કોણ, ક્યારે અને કેવી રીતે આવી મળશે એ તો ‘પડદો ઉઠ્યા પછી…’જ ખબર પડે.

ભેદ-ભરમ – Gujarati Poetry 4 (3)

ભેદ-ભરમ – Gujarati Poetry 4 (3)

સમાજમાં લગભગ મોટાભાગનાં વ્યવહારો પાછળ ક્યાંકને ક્યાંક કોઈક સ્વાર્થ નિહિત હોય છે.અંગત ફાયદા માટે માણસ કોઈ પણ રૂપ ધરી સામેવાળી વ્યક્તિને છેતરી શકે છે પરંતુ, પોતાનાં જ મનને છેતરવાનો માર્ગ હજી સુધી તો તેને હાથ લાગ્યો નથી.

મૂડ નથી! – Gujarati Poetry 5 (3)

મૂડ નથી! – Gujarati Poetry 5 (3)

આજકાલ મોટાભાગનાં ઘરોમાં આ દ્રશ્ય સામાન્ય છે,અહીં તો આપણે થોડી ગમ્મત જ કરી પરંતુ, હકીકતમાં બાળકને કેટલું અને ક્યાં સુધી બાલિશ બનાવી રાખવું એ તો માતા-પિતા કે પરિવારનાં હાથમાં હોય છે… તમને શું લાગે છે?

પ્રગતિ! – Gujarati Poetry 3.6 (7)

પ્રગતિ! – Gujarati Poetry 3.6 (7)

જીવનમાં કોઈ એક સ્થળે રોકાઈને મૂલવીએ કે જેટલું મેળવ્યું છે તેનાં માટે શું ચુકવ્યું છે ત્યારે સમજાય છે કે,કરેલી પ્રગતિ કે ઉન્નતિનાં બદલામાં ચૂકવવી પડેલી કિંમત ઘણી જ વધારે હોય છે. છતાં, મારું માનવું છે કે એ કિંમત શું અને કેટલી રાખવી એ પોતાનાં જ હાથમાં હોય છે… સાચું ને?

મરણ – Gujarati Poetry 3.5 (11)

મરણ – Gujarati Poetry 3.5 (11)

મૃત્યુ એક શાશ્વત સત્ય અને સમાનતાનું એકમાત્ર પ્રામાણિક ઉદાહરણ! મરણ આપણા માટે તો માત્ર એક કલ્પના જ છે, જેને આપણે સાપેક્ષ રહીને જ જોઈ કે જાણી શકીએ છીએ તો, આ કલ્પનાચિત્રને ભયાવહ બનાવવા કરતા સર્વોત્તમ ચીતરીએ તો કેવું?

આકાંક્ષા – Gujarati Poetry 4.7 (3)

આકાંક્ષા – Gujarati Poetry 4.7 (3)

સ્કૂલમાં હતા ત્યારે આવી સવાર પડતી હતી. શિક્ષકો શબ્દો અને કલ્પનાની પાંખો આપી, નવું આકાશ શોધવામાં મદદ કરતા.આજે એવા દિવસો કે શિક્ષકો તો નથી પરંતુ શબ્દો ચોક્કસ છે તો, જીવી લઈએ એ સવાર ફરી એકવાર?

ખેલ – Gujarati Poetry 5 (3)

ખેલ – Gujarati Poetry 5 (3)

અસ્તિત્વ માટે ખેલાતો એક ખેલ એટલે જીવન. જેની વિશેષતા એ કે વ્યક્તિ એક જ રમતનો ભાગ હોવા છતાં, દરેક એક અલગ સ્તર પર અને પોતાનાં આગવા નિયમો સાથે રમ્યા કરે છે. મજાની વાત એ છે કે અહીં હાર અથવા જીત આપણે જાતે નક્કી કરી શકીએ છીએ.

પ્રશ્નો – Gujarati Poetry 4.2 (13)

પ્રશ્નો – Gujarati Poetry 4.2 (13)

મનનું સમુદ્ર જેવું છે; સવાલ-જવાબોની ભરતી-ઓટ ચાલ્યા જ કરે. રોજ ઉદ્ભવતા સૈંકડો પ્રશ્નોમાં જરૂરી નથી કે બધાનાં ઉત્તર મળે જ. છતાં, શ્વાસની જેમ સતત ઉઠતા-શમી જતાં પ્રશ્નોને સાક્ષીભાવે નિહાળી તો શકાય ને?

“શબ્દ” – Gujarati Poetry 4 (4)

“શબ્દ” – Gujarati Poetry 4 (4)

એનો અર્થ ભલે ‘અવાજ’ છે પરંતુ, દરેક બોલાતો કે સંભળાતો શબ્દ પોતાનામાં એક વિચારવંત તંત્ર છે. વ્યક્તિ, પરિસ્થિતિ કે આખેઆખા કાલખંડ આ શબ્દો દ્વારા બને કે બગડે છે… તો વાંચો કે કેટલો શક્તિશાળી છે આ શબ્દ!

“યાત્રા” – Gujarati Poetry 3 (5)

“યાત્રા” – Gujarati Poetry 3 (5)

સ્વજનોનું મૃત્યુ એટલું સહજ-સ્વીકાર્ય નથી રહેતું; યદ્યપિ, રોજબરોજની દિનચર્યા જેટલી જ સહજ અનંત તરફની યાત્રા અકળ, અટલ તેમજ શાશ્વત છે!

ટકરાવ – Gujarati Poetry 3.7 (16)

ટકરાવ – Gujarati Poetry 3.7 (16)

ચાહનાઓ અને ભાગ્યનાં ટકરાવમાં સૌથી વધુ હાનિ મન અને હૃદય ભોગવે છે. આ ટકરાવનો અંત જયારે ભાગ્યની જીતથી થાય તો, શું અનુભવાય છે એ અહીં વાંચીએ.

“હું એ કોરો કાગળ” – Gujarati Poetry 3.9 (12)

“હું એ કોરો કાગળ” – Gujarati Poetry 3.9 (12)

કોરો કાગળ, જેનું સાધારણ રીતે અધોમૂલ્યન જ થતું હોય છે પરંતુ, અહીં એક કોરો કાગળ પોતાના વિશે જે કંઈ પણ કહે છે એ તમારી માન્યતાઓ ચોક્કસ બદલી નાખશે… સાંભળો શું કહે છે એ કોરો કાગળ?!

રખે નહીં ગમે! – Gujarati Poetry 5 (4)

રખે નહીં ગમે! – Gujarati Poetry 5 (4)

ઘણાં એવા પણ લોકો છે જેમને પોતાની સમસ્યાઓ, પીડાઓ, દુઃખ વગેરેને પોષવામાં કોઈક અનેરો આનંદ મળતો હોય છે; પરંતુ, એમને કહેવાનું એ જ કે, એ બધાને પોષવાનાં પરિણામો મળવાનું શરુ થશે તો એમને રખે નહીં ગમે!!

ઝઘડો – Gujarati Poetry 4.5 (6)

ઝઘડો – Gujarati Poetry 4.5 (6)

જાત સાથેની લડાઈમાં પોતાના હિસ્સે માત્ર હાર જ આવે છે, જયારે પણ આવા ઝઘડા ઉદ્ભવતા અનુભવો તો, તરત જ શરણાગતિ સ્વીકારી લેવી એ નુકસાન ટાળવાનો શ્રેષ્ઠત્તમ ઉપાય છે.

મજબૂરીનું બીજું નામ! – Gujarati Poetry 5 (2)

મજબૂરીનું બીજું નામ! – Gujarati Poetry 5 (2)

સૌરાષ્ટ્રમાં ક્યાંક સાંભળેલું કે,‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી!’; પરંતુ, ખરેખર એવું છે ખરું? મારા મતે તો માણસ પોતે અને તેની અર્થહીન, અસીમિત ઇચ્છાઓ જ તેને મજબૂર બનાવે છે.

“જત લખવાનું કે…” – Gujarati Poetry 4.6 (10)

“જત લખવાનું કે…” – Gujarati Poetry 4.6 (10)

ઈશ્વર સાથે સીધો વ્યવહાર શક્ય હોત તો, ખુમારીથી જીંદગી જીવી ગયેલા કોઈ એક ગામઠી પુરુષે તેમને આવો કંઇક પત્ર ચોક્કસ લખ્યો હોત. આજનાં સમયમાં આ બોલી વાંચવાનો લ્હાવો કદાચ જ બીજે ક્યાંય મળે…

“અંત્યો” – Gujarati Poetry 4.1 (15)

“અંત્યો” – Gujarati Poetry 4.1 (15)

જીવનમાં ક્યારેક કોઈ એક ચોક્કસ પસંદગી કરવા માટે અવકાશ ન દેખાતો હોય ત્યારે, ભાગ્ય દ્વારા નિર્મિત સંબંધો તેમજ ઋણાનુબંધ જેમ મળ્યા હોય તેમ જ સ્વીકારીને સહજ રીતે જીવી જવાનું હોય છે.

આસ્થા-અનાસ્થા! – Gujarati Poetry 3.9 (8)

આસ્થા-અનાસ્થા! – Gujarati Poetry 3.9 (8)

માણસ તર્કના સહારે, ઈશ્વરને તેમજ સ્વયંને અનુકુળતા મુજબ આંકતો રહી, શંકા-કુશંકાઓનાં વમળમાં ફર્યા કરે છે. સમર્પણ ન કરો ત્યાં સુધી જીવનની ગતિ આ જ રહે છે.

“પુરુષ” – Gujarati Poetry 4.3 (19)

“પુરુષ” – Gujarati Poetry 4.3 (19)

સ્ત્રીઓ વિશે કેટકેટલું લખાયું અને લખાશે પણ ઘણું પણ, અહીં કંઇક અનોખું જ જુઓ. મારી દૃષ્ટિએ દુનિયાનાં કોઈ પણ ખૂણે જોવા મળતો પુરુષ એટલે બસ આ જ!

આપણું નહીં કામ! – Gujarati Poetry 3.9 (14)

આપણું નહીં કામ! – Gujarati Poetry 3.9 (14)

પ્રેમ, આમ એક નાનકડો શબ્દ પણ ઊંડા ઉતરો એટલે સમજાય કે, એ એક અજાણી ગલીનો આકર્ષક દરવાજો માત્ર છે. જે સમજી ગયા છે એ બીજાને સમજાવવા પ્રયત્નો તો કરે છે પરંતુ, જવાબ આપણે બંને જાણીએ જ છીએ, છે ને??

“જીવનનું વ્યાકરણ” – Gujarati Poetry 3.9 (9)

“જીવનનું વ્યાકરણ” – Gujarati Poetry 3.9 (9)

જીવન વિશે કંઈ પણ કહેતા પહેલા ચોક્કસ યાદ રાખવું પડે કે, શબ્દો માત્ર વર્ણન જ કરી શકે છે, જીવન અને તેમાં ઘટિત થતું બધું જ માપવા માટે એ હજી પણ અપૂરતા જ છે… તમારું વ્યાકરણ શું કહે છે?

હિસાબ ચૂકતે! – Gujarati Poetry 3.4 (18)

હિસાબ ચૂકતે! – Gujarati Poetry 3.4 (18)

લાગણીઓનાં ઋણાનુબંધ આજીવન રહે છે પરંતુ, ક્યારેક સાથે આગળ વધવું શક્ય ન બને અને રસ્તાઓ ફંટાતા જણાય ત્યારે,લેણ-દેણ પતાવી લેવી એ માર્ગ સરળ કરે છે.ભાવનાઓ બંધન બને એ પહેલા હિસાબ ચૂકતે કરી લેવો જોઈએ… સાચું ને?

ત્યાં સુધી તકલીફ નથી! – Gujarati Poetry 3.8 (12)

ત્યાં સુધી તકલીફ નથી! – Gujarati Poetry 3.8 (12)

જીવનમાં સુખ, ખુશી, પ્રગતિ આ દરેકનાં માપદંડો સમય અને સંજોગો પ્રમાણે ચોક્કસ બદલાતા રહે છે જેમાં, માણસ તરીકે સતત આહત કરતાં અનુભવો પણ સામેલ છે.પરંતુ,દરેક પાસે જીવનમાં કોઈક એવું ચોક્કસ છે જે આ દરેક અનુભવોથી પર એવી શાંતિ બક્ષે… તમારી પાસે પણ છે ને?

તારુંએ થોડું ઈશ્વર જેવું..! – Gujarati Poetry 4.4 (9)

તારુંએ થોડું ઈશ્વર જેવું..! – Gujarati Poetry 4.4 (9)

હૃદયનાં કેટલાક સંબંધો ભલે સમજાવી શકાતાં નથી પરંતુ એ આપણા ઈશ્વર સાથેનાં સંબંધ જેટલા જ સાતત્યપૂર્ણ હોય છે. એ પ્રમાણ પર નહીં, પ્રમાણિકતા પર શ્વસે છે.

સમજાય નહીં! – Gujarati Poetry 3.3 (8)

સમજાય નહીં! – Gujarati Poetry 3.3 (8)

પ્રેમનાં નામે કેટલું બધું જટિલ કહેવાતું, સમજાતું અને સમજાવાતું હોય છે પરંતુ, જે અટપટું છે એ પ્રેમ નહીં પણ, લોકોએ ઉભા કરેલા વ્યવહારો છે. બસ, મને તો આટલું જ સમજાય છે. અને તમને?

યત્ન તો કરીશ જ… – Gujarati Poetry 3.3 (12)

યત્ન તો કરીશ જ… – Gujarati Poetry 3.3 (12)

વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે સૌથી વધુ આશાવાદી હોય છે. લાગણીઓની કુંપળોને માવજતની જરૂર હોય છે. ક્યારે ઉગી નીકળે કે નહીં જ ઉગે એ કહી ન શકાય. છતાં, પ્રયત્નો તો કરી જ શકાય ને?

મા! – Gujarati Poetry 3.9 (13)

મા! – Gujarati Poetry 3.9 (13)

ભાષા, સંસ્કૃતિ, જીવન જીવવાની પદ્ધતિઓ, મહત્વાકાંક્ષાઓ આ બધું જ વૈવિધ્યસભર હોવા છતાં, જગતભરમાં દરેકની મા વિશેની અભિવ્યક્તિ લગભગ સમાન જ હોય છે.અહીં જગતની ‘મા’ વિશે એક નાનકડી અભિવ્યક્તિ રજુ કરું છું. હું માનું છું તમારી આનાથી ભિન્ન નહીં જ હોય.

“મેં જોયા છે” – Gujarati Poetry 3.3 (8)

“મેં જોયા છે” – Gujarati Poetry 3.3 (8)

વિશ્વમાં શું સંભવિત છે એના માટે કોઈ થીયરી કામ નથી કરતી. ઈચ્છાશક્તિ એ એકમાત્ર પ્રબળ પરિબળ છે જે અસંભવને પણ સંભવ બનાવે. શું મેળવીશું એ કદાચ આપણા નિયંત્રણમાં ન હોય છતાં, સપનાની પાંખો વિસ્તારવા પર કોઈનો અંકુશ નથી!

શું કરો હરિ? – Gujarati Poetry 3.7 (6)

શું કરો હરિ? – Gujarati Poetry 3.7 (6)

માણસ હોવું એ સહેલું નથી અને આજનાં સમયમાં તો બિલકુલ નહીં. એટલે, જો ભગવાન શ્રી કૃષ્ણ આજે ફરીથી અહીં જન્મ લેવાનું વિચારતા હોય તો, આપણે એમને થોડી વાસ્તવિકતા બતાવીએ? પછી એમની મરજી…

તું છેતરી ગયો! – Gujarati Poetry 3 (6)

તું છેતરી ગયો! – Gujarati Poetry 3 (6)

પ્રેમ, એક એવો સોદો જ્યાં મેળવવા કરતા ગુમાવવાનું વધારે છે. છતાં, એમાં એવું કંઇક છે જે સતત આકર્ષે છે. શમા-પરવાનાની ગઝલો એમ જ નથી બની જતી. લાગણીઓનાં આ વ્યાપારમાં છેતરાવાની પણ પોતાની મજા છે… છે ને?

એ તું છે! – Gujarati Poetry 4.8 (5)

એ તું છે! – Gujarati Poetry 4.8 (5)

લાગણીઓનું વેલ જેવું છે.ક્યાંક ને ક્યાંક,કોઈક સાથે હૃદયનાં સુત્રોથી સતત જોડાયેલી રહે છે. એ તાંતણો ગમે તેટલો પાતળો કેમ ન હોય; ચાહે નજીક કે દૂર, આપણને તો જાણ હોય જ છે કે એ કોણ અને ક્યાં છે.

એવું લાગે છે – Gujarati Poetry 4.2 (16)

એવું લાગે છે – Gujarati Poetry 4.2 (16)

વીતી વાતો અને યાદો મનનાં એક ઓરડામાં સચવાઈને પડ્યા હોય અને જો કોઈ ઘટના, પ્રસંગ કે વ્યક્તિ એ ફરીથી તાજા કરે એવી શક્યતા ઉભી થતી દેખાય ત્યારે લગભગ બધાને આવું જ લાગતું હશે… સાચું ને?

“તરસ” – Gujarati Poetry 3.2 (18)

“તરસ” – Gujarati Poetry 3.2 (18)

મનુષ્ય તરીકે લોભ, લાલચ, ક્રુરતા વગેરે સહજ બની જાય છે ત્યારે, આપણે એકબીજાનો વસ્તુ તરીકે ઉપયોગ કરતા થઇ જઈએ છીએ.આ ‘તરસ’ કદાચ એ હકીકતની અનુભૂતિ કરાવે…

“કર્મ અને પ્રાર્થના” – Gujarati Poetry 3.9 (8)

“કર્મ અને પ્રાર્થના” – Gujarati Poetry 3.9 (8)

ઈશ્વરે બક્ષેલા બે હાથ કર્મ પણ કરે છે અને પ્રાર્થના પણ કરે છે પણ, આજની આ તાર્કિક દુનિયામાં કર્મોથી જેટલું ડરીએ છીએ એટલો જ વિશ્વાસ પ્રાર્થનાઓ પર કરીએ તો, ચમત્કારો શોધવા નથી જવા પડતા… મેં અનુભવ્યું છે, તમે?

કરવાનું શું? – Gujarati Poetry 3.7 (9)

કરવાનું શું? – Gujarati Poetry 3.7 (9)

કોઈ પણ સમાજ,શરતો કે નિયમો લાગણીઓ પર અંકુશ ન મૂકી શકે પરંતુ, વ્યક્તિગત મુલ્યોની એક નાનકડી સીમા આ કામ સહજતાથી કરી જાય ત્યારે એ કશ્મકશમાં આપણે તો માત્ર પૂછી જ શકીએ કે, કરવાનું શું?

Pin It on Pinterest